યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વોલોડીમીર ઝેલેન્સકી અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે આજે વોશિંગ્ટનમાં બેઠક યોજાશે.યુક્રેનમાં ચાલી રહેલા સંઘર્ષનો ઝડપી ઉકેલ શોધવા માટે આ બેઠક યોજાઈ રહી છે. આ મહત્વપૂર્ણ બેઠકમાં ટોચના યુરોપિયન નેતાઓ જોડાશે. બેઠકમાં બ્રિટિનના પ્રધાનમંત્રી કીર સ્ટારમર, ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોન, જર્મન ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝ, યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેન અને નાટો સેક્રેટરી જનરલ માર્ક રુટ ભાગ લેશે.સોશિયલ મીડિયા સંદેશમાં, ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા સાથે મોટી પ્રગતિનો ઉલ્લેખ કર્યો છે પરંતુ કોઈ વિગતો આપી નથી. આનાથી આગામી વાટાઘાટોની દિશા અંગે અટકળો વધી ગઈ છે.
Site Admin | ઓગસ્ટ 18, 2025 8:07 એ એમ (AM)
યુક્રેન અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ વચ્ચે આજે વોશિંગ્ટનમાં બેઠક
