યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ કહ્યું છે કે કિવે આવતા અઠવાડિયે મોસ્કો સાથે શાંતિ મંત્રણાનો નવો રાઉન્ડ યોજવાનો પ્રસ્તાવ મૂક્યો છે. રાષ્ટ્રને કરેલા સંબોધનમાં શ્રી ઝેલેન્સ્કીએ કહ્યું હતું કે, યુદ્ધવિરામ હાંસલ કરવા માટે બધું જ કરવું જોઈએ.
રશિયાના નાયબ વિદેશ મંત્રી સર્ગેઈ રયાબકોવે ભારપૂર્વક જણાવ્યું હતું કે મોસ્કો યુક્રેન સંઘર્ષના રાજદ્વારી સમાધાનની તરફેણ કરે છે અને વાટાઘાટો માટે તૈયાર છે.
અગાઉ મંગળવારે, રશિયાએ યુ. એસ. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના યુક્રેન યુદ્ધવિરામ માટે સંમત થવાના 50 દિવસના અલ્ટીમેટમને નકારી કાઢ્યું હતું અને ગંભીર ટેરિફની ધમકીને અસ્વીકાર્ય ગણાવી હતી.
Site Admin | જુલાઇ 20, 2025 1:22 પી એમ(PM)
યુક્રેને રશિયા સમક્ષ યુધ્ધ વિરામનો પ્રસ્તાવ મુક્યો – રશિયાનો પણ સકારાત્મક પ્રતિભાવ
