યુક્રેનમાં રશિયાના ડ્રૉન અને મિસાઇલના ભીષણ હુમલામાં 19 લોકોના મોત થયા છે. જ્યારે અનેક લોકો ઇજાગ્રસ્ત થયાના અહેવાલ છે. ટેરનૉપિલ શહેરના બે ઍપાર્ટમૅન્ટ ઇમારતો પર થયેલા હુમલામાં બાળકો સહિત ઓછામાં ઓછા 37 લોકો ઇજાગ્રસ્ત થયા છે. રાહત દળે હાલ કાટમાળમાં ફસાયેલા લોકોની તપાસ હાથ ધરી છે.
યુક્રેને જણાવ્યું, રશિયાએ અનેક મિસાઈલ સાથે અનેક હુમલા હુમલાખોર અને નકલી ડ્રૉનથી હુમલો કર્યો છે. આ હુમલો એવા સમયે થયો, જ્યારે રાષ્ટ્રપ્રમુખ વૉલોદિમીર ઝેલેન્સ્કી સંભવિત કરાર તરફના પ્રયાસને આગળ વધારવાના હેતુથી વાટાઘાટો માટે તુર્કીએ-ની મુલાકાતે હતા. દરમિયાન રશિયાએ જણાવ્યું, રોકવામાં આવેલી યુક્રેનની A.T.A.C.M.S. મિસાઇલનો કાટમાળ વૉરોનિશમાં નાગરિક સ્થળો પર પડ્યો હતો.
Site Admin | નવેમ્બર 19, 2025 7:53 પી એમ(PM)
યુક્રેનમાં રશિયાએ ડ્રૉન અને મિસાઇલથી કરેલા હુમલામાં 19 લોકોના મોત