યુરોપિયન દેશોના ઘણા નેતાઓએ એક નિવેદનમાં કહ્યું છે કે યુક્રેનમાં યુદ્ધનો અંત લાવવા માટે એક એવો અભિગમ જરૂરી છે જેમાં સક્રિય રાજદ્વારી, યુક્રેનને સમર્થન અને રશિયા પર દબાણનો સમાવેશ થાય છે. આ નિવેદન પર હસ્તાક્ષર કરનારા યુરોપિયન નેતાઓમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન, ઇટાલીના પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોની, જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ, પોલેન્ડના ડોનાલ્ડ ટસ્ક, બ્રિટિશ પ્રધાનમંત્રી કીર સ્ટારમર, ફિનલેન્ડના રાષ્ટ્રપતિ એલેક્ઝાન્ડર સ્ટબ અને યુરોપિયન સંઘના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેનનો સમાવેશ થાય છે.નિવેદનમાં જણાવ્યું છે કે તેઓ યુક્રેનમાં હત્યાકાંડ રોકવા માટે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રયાસોનું સ્વાગત કરે છે. યુરોપિયન નેતાઓના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તેઓ રાજદ્વારી તેમજ લશ્કરી અને આર્થિક સહયોગ દ્વારા યુક્રેનને મદદ કરવા તૈયાર છે.
Site Admin | ઓગસ્ટ 10, 2025 8:44 એ એમ (AM)
યુક્રેનમાં યુદ્ધનો અંત લાવવા માટે એક એવો અભિગમ જરૂરી
