યુક્રેનમાં ચાલી રહેલા સંઘર્ષનો અંત આણવા પ્રયત્ન કરવા બદલ રશિયન પ્રમુખ વ્લાદિમીર પુટિને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સહિતનાં વૈશ્વિક નેતાઓ પ્રત્યે આભાર વ્યક્ત કર્યો છે. ગઈ કાલે બેલારુસના રાષ્ટ્રપતિ એલેક્ઝાન્ડર લુકાશેન્કો સાથેની સંયુક્ત પત્રકાર પરિષદમાં શ્રી પુટિને યુધ્ધગ્રસ્ત પ્રદેશમાં અનેક વૈશ્વિક પડકારો છતાં શાંતિની સ્થાપના માટે પ્રતિબધ્ધતા બદલ પ્રધાનમંત્રી મોદી અને બ્રાઝિલ તથા દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપ્રમુખો સહિતનાં વૈશ્વિક નેતાઓનાં પ્રયત્નોની પ્રશંસા કરી હતી. ગયા મહિને વ્હાઇટ હાઉસ ખાતે રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથેની બેઠક દરમિયાન શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, રશિયા-યુક્રેન વચ્ચેના સંઘર્ષમાં ભારતનું વલણ સ્થિર નથી.
Site Admin | માર્ચ 14, 2025 1:47 પી એમ(PM) | PM MODI -PUTIN
યુક્રેનમાં ચાલી રહેલા સંઘર્ષનો અંત આણવા પ્રયત્ન કરવા બદલ રશિયન પ્રમુખ વ્લાદિમીર પુટિને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સહિતનાં વૈશ્વિક નેતાઓ પ્રત્યે આભાર વ્યક્ત કર્યો છે.
