ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 19, 2025 7:41 પી એમ(PM)

printer

યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કીએ યુદ્ધ સમાપ્ત કરવા રશિયાના રાષ્ટ્રપ્રમુખ સાથે રૂબરૂ વાત કરવા તૈયારી બતાવી.

યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કીએ કહ્યું, તેઓ યુદ્ધ સમાપ્ત કરવા રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે રૂબરૂ વાત માટે તૈયાર છે. તેમણે કહ્યું, તેઓ કોઈ પણ પૂર્વશરત વગર શ્રી પુતિન સાથે કોઈ પણ વાતચીત કરવા તૈયાર છે.
શ્રી ઝેલેન્સ્કીએ વ્હાઈટ હાઉસમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પ અને યુરોપીયન નેતાઓ સાથે વાતચીત બાદ પત્રકારોને માહિતી આપતા તેમણે આ વાત કહી. બેઠક બાદ શ્રી ટ્રમ્પે યુક્રેનમાં યુદ્ધ સમાપ્ત કરવામાં મદદ માટે રાષ્ટ્રપ્રમુખ પુતિન અને ઝેલેન્સ્કી વચ્ચે રૂબરૂ વાતચીતની યોજનાની જાહેરાત કરી. ત્રણેય નેતાઓ વચ્ચે એક ત્રિ-પક્ષીય શિખર સંમેલન પણ થશે તેમ પણ શ્રી ટ્રમ્પે કહ્યું,