ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 5, 2025 9:54 એ એમ (AM)

printer

યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કીએ વ્હાઈટ હાઉસમાં થયેલી બેઠક બાદ કાયમી શાન્તિ સુનિશ્ચિત કરવા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વમાં કામ કરવાની ઈચ્છા દર્શાવી

યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કીએ ગયા શુક્રવારે વ્હાઈટ હાઉસમાં થયેલી બેઠક બાદ કાયમી શાન્તિ સુનિશ્ચિત કરવા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વમાં કામ કરવાની ઈચ્છા દર્શાવી છે. તેમણે કહ્યું, તેઓ શાન્તિ સ્થાપિત કરવા માટે શ્રી ટ્રમ્પના નેતૃત્વમાં કામ કરવા તૈયાર છે.અમેરિકા દ્વારા યુક્રેનને સૈન્ય મદદ બંધ કરાયા બાદ પોતાની પહેલી ટિપ્પણીમાં શ્રી ઝેલેન્સ્કીએ કહ્યું, યુક્રેન શાન્તિ, સમજૂતી અને ખનિજ સમજૂતી પર વાતચીત માટે તૈયાર છે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી ઝેલેન્સ્કીએ શ્રી ટ્રમ્પ સાથે થયેલી છેલ્લી બેઠક ખેદજનક ગણાવી અને રચનાત્મક ભવિષ્ય માટે સહકારનું આહ્વાન કર્યું.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ