ડિસેમ્બર 29, 2025 10:39 એ એમ (AM)

printer

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરી

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ ગઈકાલે ફ્લોરિડામાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓએ રશિયા સાથે ચાલી રહેલા યુદ્ધને સમાપ્ત કરવા માટે શાંતિ યોજના પર ચર્ચા કરી હતી. રાષ્ટ્રપતિ ટ્રમ્પે આ બેઠકને ખૂબ જ સફળ ગણાવી અને કહ્યું કે શાંતિ વાટાઘાટોમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે.
તેમણે કહ્યું હતું કે રશિયા અને યુક્રેન બંને યુદ્ધનો અંત લાવવા માંગે છે. બેઠક બાદ પત્રકારો સાથે વાત કરતા શ્રી ટ્રમ્પે જણાવ્યું હતું કે શાંતિ વાટાઘાટો આગામી થોડા અઠવાડિયામાં પૂર્ણ થશે. બેઠક પહેલા, શ્રી ટ્રમ્પે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે પણ લાંબી વાતચીત કરી હતી.
રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથેની મુલાકાત બાદ સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી ઝેલેન્સકીએ જણાવ્યું હતું કે ચર્ચાઓને અંતિમ સ્વરૂપ આપવા માટે શક્ય તેટલી વહેલી તકે વાતચીત કરવા માટે એક કરાર થયો હતો. તેમણે કહ્યું હતું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ આવતા મહિને વોશિંગ્ટનમાં યુક્રેન અને યુરોપના નેતાઓનું આયોજન કરશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.