યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ એક નવો શાંતિ પ્રસ્તાવ રજૂ કર્યો છે.ઝેલેન્સકીએ પૂર્વીય ડોનબાસ ક્ષેત્રમાંથી યુક્રેનિયન સૈનિકો પાછા ખેંચવાનો અને ત્યાં એક ડિમિલિટ્રીરાઇઝ્ડ ઝોન સ્થાપિત કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. સૈનિકો પરત ખેંચવાની શરત એ રહેશે કે રશિયા પણ તેના સૈનિકો પાછા ખેંચે અને આંતરરાષ્ટ્રીય દળો દ્વારા આ વિસ્તાર પર નજર રાખવામાં આવે.ફ્લોરિડામાં વાટાઘાટો દરમિયાન અમરીકા અને યુક્રેનના રાજદૂતો દ્વારા સંમત થયેલી 20-મુદ્દાની યોજનાનો ઉલ્લેખ કરતા યુક્રેનિયન રાષ્ટ્રપતિએ કહ્યું કે તેઓ બુધવારે રશિયા તરફથી પ્રતિભાવની અપેક્ષા રાખે છે, જ્યારે અમરીકના અધિકારીઓ રશિયા સાથે વાટાઘાટો કરશે.આ યોજનામાં ડોનબાસમાં પ્રસ્તાવિત ડિમિલિટ્રીરાઇઝ્ડ ફ્રી ઇકોનોમિક ઝોનનો સમાવેશ થાય છે, જોકે શાસન વ્યવસ્થાની વિગતો હજુ સ્પષ્ટ નથી. રશિયા-નિયંત્રિત ઝાપોરિઝિયા પરમાણુ પાવર પ્લાન્ટની આસપાસ પણ આવી જ વ્યવસ્થા પર વિચાર કરી શકાય છે. ઝેલેન્સકીએ કહ્યું કે કોઈપણ અંતિમ કરાર લોકમત માટે મૂકવામાં આવશે.
આ દરખાસ્ત અગાઉની 28-મુદ્દાની અમેરિકાની યોજનામાં સંશોધન છે, જેને યુરોપિયન અને યુક્રેનિયન નેતાઓ રશિયા પ્રત્યે વધુ પડતી ઉદાર માનતા હતા. રશિયાએ અત્યાર સુધી કબજા હેઠળના પ્રદેશમાંથી પાછા ફરવાની કોઈ તૈયારી દર્શાવી નથી અને સતત યુક્રેનને ડોનબાસના બાકીના વિસ્તારો છોડી દેવાની માંગ કરી છે, જેને યુક્રેને નકારી કાઢ્યું છે.
Site Admin | ડિસેમ્બર 25, 2025 8:07 એ એમ (AM)
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ એક નવો શાંતિ પ્રસ્તાવ રજૂ કર્યો