યુએસ ટ્રેઝરી વિભાગને આ મહિનાની શરૂઆતમાં ચીની હેકર્સ દ્વારા હેક કરાયો હતો. હેકર્સ દ્વારા હેક કરાયુ હતું જેમાં દસ્તાવેજો અને ઘણા કર્મચારીઓના કાર્યસ્થળની કામગીરી સામેલ હતી. ટ્રેઝરી વિભાગના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, આ ઉલ્લંઘન થર્ડ પાર્ટી સાયબર સુરક્ષાસેવા પ્રદાતા દ્વારા કરવામાં આવ્યું હતું,અને ત્યારથી તેની સેવા ઑફલાઇન કરાઇ છે.ટ્રેઝરી વિભાગે જણાવ્યું હતું કે, હેકીંગની અસર નક્કી કરવા માટે સાયબર-સિક્યોરિટી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સિક્યુરિટી એજન્સી કામ કરી રહી છે.ઉલ્લેખનીય છે કે,ડિપાર્ટમેન્ટને બિયોન્ડટ્રસ્ટ દ્વારા 8મી ડિસેમ્બરના રોજ હેકની જાણ કરવામાં આવી હતી.કંપનીના જણાવ્યા અનુસાર, શંકાસ્પદ પ્રવૃત્તિ પહેલીવાર 2જી ડિસેમ્બરે જોવા મળી હતી, પરંતુ હેકીંગ વિષેની માહિતી મેળવવામાં ત્રણ દિવસનો સમય લાગ્યો હતો.
Site Admin | ડિસેમ્બર 31, 2024 7:55 પી એમ(PM)
યુએસ ટ્રેઝરી વિભાગને આ મહિનાની શરૂઆતમાં ચીની હેકર્સ દ્વારા હેક કરાયો હતો
