યુએસ ઓપન ટેનિસ ટૂર્નામેન્ટ 2024નો આજથી ન્યૂયોર્કમાં પ્રારંભ થશે

યુએસ ઓપન ટેનિસ ટૂર્નામેન્ટ 2024નો આજથી ન્યૂયોર્કમાં પ્રારંભ થશે. ભારત સહિત વિશ્વના ટેનિસ ચાહકોની નજર ભારતના સુમિત નાગલ અને રોહન બોપન્ના પર રહેશે. સુમિત નાગલ 2019 પછી 1 વર્ષમાં ચારેય ગ્રાન્ડ સ્લેમ ટુર્નામેન્ટની સિંગલ્સ ઈવેન્ટમાં ભાગ લેનાર પ્રથમ ભારતીય બનશે.
ટેનિસ રેન્કિંગમાં 72મું સ્થાન ધરાવતા નાગલ આ વર્ષે ફ્રેન્ચ ઓપન અને વિમ્બલ્ડન ચેમ્પિયનશિપમાં પ્રથમ રાઉન્ડમાંથી બહાર થતાં પહેલાં ઓસ્ટ્રેલિયન ઓપનમાં બીજા રાઉન્ડમાં પહોંચ્યા હતા. બે વખતના ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન રોહન બોપન્ના અને તેના ઓસ્ટ્રેલિયન પાર્ટનર મેથ્યુ એબ્ડેન મેન્સ ડબલ્સમાં સ્પેનના માર્સેલ ગ્રાનોલર્સ અને આર્જેન્ટિનાના હોરાસિયો ઝેબાલોસને પાછળ છોડીને બીજા ક્રમે છે. મેન્સ સિંગલ્સ યુએસ ઓપન ગત ચેમ્પિયન નોવાક જોકોવિચ, ફ્રેન્ચ ઓપન અને વિમ્બલ્ડન વિજેતા સ્પેનના કાર્લોસ અલ્કારાઝ સાથે ફ્લશિંગ મીડોઝ ખાતે કોર્ટમાં ઉતરશે. વિશ્વમાં પ્રથમ ક્રમાંકીત ઇટાલીનો જેનિક સિનર પણ સ્પર્ધામાં છે. મહિલા સિંગલ્સ બધાની નજર અમેરિકાની કોકો ગોફ પર રહેશે જે વિશ્વમાં નંબર 1, પોલેન્ડની ભૂતપૂર્વ યુએસ ઓપન ચેમ્પિયન ઇગા સ્વાઇટેકને સામે રમવા માટે પરસેવો પાડી રહી છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.