સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં હવે પાંચ મીટરની જ ધજાનું આરોહણ કરાશે. યાત્રિકોની સલામતી અને ધાર્મિક પરંપરાના સંરક્ષણ માટે મંદિરના સુવર્ણ શિખર પર વધુમાં વધુ પાંચ મીટર લંબાઈની જ ધજાઓ આરોહણ કરી શકાશે. આગામી પહેલી જાન્યુઆરી 2026થી આ નિર્ણયનો અમલ કરાશે.
ઉલ્લેખનીય છે કે, અંબાજી મંદિરમાં દરરોજ મોટી સંખ્યામાં યાત્રાળુઓ વિવિધ કદ અને પ્રકારની ધજાઓનું આરોહણ કરે છે. લાંબી ધજાઓના કારણે સુવર્ણમય શિખરના કવચને ઘસારો થતો હોવાની સહિતની બાબતોની નોંધ લેવાઈ છે. તેને ધ્યાને લઈ આ નિર્ણય કરાયો હોવાનું શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર તથા અધિક કલેક્ટર કૌશિક મોદીએ અખબારી યાદીમાં જણાવ્યું છે.
Site Admin | ડિસેમ્બર 29, 2025 7:20 પી એમ(PM)
યાત્રાધામ અંબાજી મંદિરમાં પાંચ મીટરની જ ધજાનું આરોહણ કરી શકાશે.