સપ્ટેમ્બર 20, 2024 9:02 એ એમ (AM)

printer

યાત્રાધામ અંબાજી મંદિરમાં આજે પ્રક્ષાલન વિધિ હોવાથી આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે

યાત્રાધામ અંબાજી મંદિરમાં આજે પ્રક્ષાલન વિધિ હોવાથી આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે. બનાસકાંઠાના અમારા પ્રતિનિધિ સવજી ચૌધરી જણાવે છે કે, મંદિરની પ્રણાલિકા મુજબ આજે ભાદરવા વદ ત્રીજ નિમિત્તે બપોરે દોઢ વાગ્યે માતાજીના નિજ મંદિરમાં પ્રક્ષાલન વિધિનો પ્રારંભ થશે. તેના કારણે સવારની આરતી સાડા 7 વાગ્યાથી આઠ વાગ્યા સુધી કરાશે.જ્યારે ભક્તો 8 વાગ્યાથી સાડા 11 વાગ્યા સુધી દર્શન કરી શકશે. બપોરે 12 વાગ્યે માતાજીને રાજભોગ અર્પણ કરાશે. ત્યારબાદ બપોરે સાડા 12 વાગ્યાથી એક વાગ્યા સુધી ભક્તો દર્શન કરી શકશે. જ્યારે સાંજની આરતી રાત્રે નવ વાગ્યે કરાશે. આવતીકાલથી આરતી અને દર્શનનો સમય રાબેતા મુજબનો રહેશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.