ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

સપ્ટેમ્બર 4, 2025 3:33 પી એમ(PM)

printer

યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળામાં ત્રણ દિવસમાં 14 લાખ 90 હજારથી વધુ માઇભક્તોએ માઁ અંબેના દર્શન કરીને ધન્યતા અનુભવી.

યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળામાં ત્રણ દિવસમાં 14 લાખ 90 હજારથી વધુ માઇભક્તોએ માઁ અંબેના દર્શન કરીને ધન્યતા અનુભવી. મહામેળામાં અંબાજી માર્ગો પર પદયાત્રી અને સંઘોનો ધમધમાટ હજુ પણ ચાલુ છે. માઇભકતો હાથમાં ધજા, ત્રિશૂળ, ચુંદડી અને અનેકવિધ વેશભૂષા સાથે અંબાજી તરફ પ્રયાણ કરી રહ્યા છે. ત્યારે અરવલ્લીની ગિરિમાળાઓ જય અંબેના જયઘોષથી ગુંજી ઉઠી છે.