યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળાનો આજે છેલ્લો દિવસ છે.

યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળાનો આજે છેલ્લો દિવસ છે. બનાસકાંઠાના અમારા પ્રતિનિધિ સવજી ચૌધરી જણાવે છે કે, મેળાના છઠ્ઠા દિવસે ગઈકાલે 4 લાખ 57 હજાર ભક્તોએ માતાજીના દર્શનનો લ્હાવો લીધો હતો. મેળા દરમિયાન અત્યાર સુધીમાં કુલ 26 લાખ 92 હજાર ભક્તોએ દર્શન કર્યા છે. અત્યાર સુધી મંદિરને 2 કરોડ 28 લાખ રોકડ અને 29 કિલો 150 ગ્રામ સોનાનું દાન પ્રાપ્ત થયું છે. મેળામાં અત્યાર સુધીમાં 16 લાખ 61 હજાર મોહનથાળના પ્રસાદના પેકેટનું વિતરણ કરાયું છે. જ્યારે 4 લાખ 39 હજાર યાત્રાળુઓએ એસ.ટી.બસમાં મુસાફરી કરી હોવાના અહેવાલ છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.