ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

સપ્ટેમ્બર 12, 2024 7:59 પી એમ(PM) | અંબાજી

printer

યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળાના પ્રથમ દિવસે માઇભક્તોનો ધસારો

પવિત્ર યાત્રાધામ અંબાજીમાં આજથી ભાદરવી પૂનમના મેળાનો આરંભ થયો છે.શક્તિ ભક્તિ અને આસ્થાના મીની કુંભ સમાન આ મહા મેળાને આજે જિલ્લા કલેકટર મિહિર પટેલે માતાજીના રથની શાસ્ત્રોક્ત રીતે પૂજા- અર્ચના કરીને ખુલ્લો મૂક્યો.આગામી ૧૮ મી સપ્ટેમ્બર સુધી ચાલનારા આ મેળામાં માં આંબાના દર્શનાર્થે આવતાં લાખો ભક્તોને કલેકટરશ્રીએ આવકારતાં મા અંબા સહુ ભક્તોની મનોકામના પૂર્ણ કરે અને મેળો સુખરૂપ નિર્વિઘ્ને પૂર્ણ થાય એવી પ્રાર્થના કરી હતી.મેળાના પ્રથમ દિવસે જ પદયાત્રીઓની સેવા માટે વિવિધ સેવા કેમ્પ ધમધમતા થયા છે ત્યારે આજે દાંતા ખાતે બનાસ ડેરી દ્વારા વિશેષ મેડિકલ કેમ્પનું વિધાનસભા અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીના
હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું.