યમનના એડનના દરિયાકાંઠે કેમરૂન-ધ્વજવાળા LPG ટેન્કર MV ફાલ્કનમાં થયેલા વિસ્ફોટ બાદ ૨૩ ભારતીય ક્રૂ સભ્યોને બચાવી લેવામાં આવ્યા છે. આ ઘટના ગઈકાલે બની હતી, જ્યારે જહાજ એડન કિનારાથી દક્ષિણ આફ્રિકન દેશ જીબુટી તરફ લગભગ ૧૧૩ નોટિકલ માઇલ મુસાફરી કરી રહ્યું હતું. ઘટનાનું ચોક્કસ કારણ શોધવામાં આવી રહ્યું છે.
યુરોપિયન સંઘ નૌસેના દળના રક્ષાત્મક સમુદ્રી અભિયાન – એસ્પાઇડ્સ અનુસાર, બે ક્રૂ સભ્યો હજુ પણ ગુમ છે. MV ફાલ્કનમાં એક સભ્ય ફસાયેલ હોવાની આશંકા છે.
Site Admin | ઓક્ટોબર 20, 2025 2:09 પી એમ(PM)
યમનના એડનના દરિયાકાંઠે કેમરૂનના LPG ટેન્કરમાં થયેલા વિસ્ફોટ બાદ ૨૩ ભારતીય ક્રૂ સભ્યોને બચાવાયા