માર્ચ 31, 2025 10:17 એ એમ (AM)

printer

મ્યાનમાર અને થાઇલેન્ડમાં ધરતીકંપમાં ફસાયેલા લોકોની જાણકારી માટે પોરબંદર જિલ્લા હેલ્પલાઈન નંબર જાહેર કરાયો

મ્યાનમાર અને થાઇલેન્ડમાં ધરતીકંપમાં ફસાયેલા લોકોની જાણકારી માટે પોરબંદર જિલ્લા આપતિ વ્યવસ્થાપન કેન્દ્ર દ્વારા હેલ્પલાઈન નંબર જાહેર કરાયો છે. લોકોને હેલ્પલાઈન નંબર 0286- 2220800 પર અસરગ્રસ્ત લોકોના નામ અને સરનામા સહિતની વિગત મોકલી આપવા તંત્ર દ્વારા જણાવાયું છે.