ડિસેમ્બર 28, 2025 9:22 એ એમ (AM)

printer

મ્યાનમારમાં સામાન્ય ચૂંટણીના પ્રથમ તબક્કા માટે આજે મતદાન

મ્યાનમારમાં સામાન્ય ચૂંટણીના પ્રથમ તબક્કા માટે આજે મતદાન થશે. ત્રણ તબક્કાની ચૂંટણીનો બીજો તબક્કો 11 જાન્યુઆરી અને ત્રીજો 25 જાન્યુઆરીએ યોજાશે. 2021માં સૈન્ય દ્વારા નોબેલ પુરસ્કાર વિજેતા આંગ સાન સુ કીની સરકારને ઉથલાવ્યાના પાંચ વર્ષ બાદ આ ચૂંટણીઓ યોજાઈ રહી છે. દેશના 330 મતવિસ્તારોમાંથી 102 મતવિસ્તારોમાં આજે મતદાન થવાનું હતું, પરંતુ તેમાંથી 56 મતવિસ્તારોમાં મતદાન રદ કરવામાં આવ્યું છે.સૈન્યએ 2020ની ચૂંટણીમાં વ્યાપક મતદાર નોંધણી અનિયમિતતાનો દાવો કરી પહેલી ફેબ્રુઆરી 2021 ના રોજ સત્તા કબજે કરી હતી. છ પક્ષો ચૂંટણી લડી રહ્યા છે. રાષ્ટ્રીય વિધાનસભાના બંને ગૃહો અને રાજ્ય અને પ્રાદેશિક વિધાનસભાઓમાં અગિયારસોથી વધુ બેઠકો માટે પાંચ હજારથી વધુ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. આંગ સાન સુ કી અને તેમનો પક્ષ ચૂંટણીમાં ભાગ લઈ રહ્યો નથી.સંયુક્ત રાષ્ટ્રના જણાવ્યા અનુસાર 2021ના બળવા બાદ મ્યાનમારમાં થયેલા સંઘર્ષમાં અંદાજે નેવું હજાર લોકો માર્યા ગયા છે અને 35 લાખથી વધુ લોકો વિસ્થાપિત થયા છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.