મ્યાનમારમાં પ્રતિબંધિત બળવાખોર જૂથ યુનાઇટેડ લિબરેશન ફ્રન્ટ ઓફ આસોમ-ઇન્ડિપેન્ડન્ટના ત્રણ મુખ્ય નેતાઓ માર્યા ગયા છે. પરેશ બરુઆહના નેતૃત્વ હેઠળના પ્રતિબંધિત જૂથે દાવો કર્યો કે, મ્યાનમારમાં તેના પૂર્વીય મુખ્યાલયને ભારતીય સેનાએ ગઈકાલે વહેલી સવારે ડ્રોનથી નિશાન બનાવ્યું હતું.આ જૂથના એક નિવેદન અનુસાર, કુલ 19 કાર્યકરો માર્યા ગયા છે અને અન્ય 19 ઇજાગ્રસ્ત થયા છે. આ સંગઠનના સ્વ-ઘોષિત લેફ્ટનન્ટ જનરલ નયન મેધી ઉર્ફે નયન આસોમ માર્યા ગયા છે. આ જૂથે દાવો કર્યો છે કે અંતિમ સંસ્કાર દરમિયાન પણ હુમલા કરવામાં આવ્યા હતા, જેમાં સ્વ-ઘોષિત બ્રિગેડિયર ગણેશ આસોમ અને કર્નલ પ્રદીપ આસોમ માર્યા ગયા હતા.જોકે, ભારતીય સેનાએ આવી કોઈપણ કાર્યવાહીનો સ્પષ્ટપણે ઇનકાર કર્યો છે. સંરક્ષણના જન સંપર્ક અધિકારી કર્નલ એમએસ રાવતે ગુવાહાટીમાં જણાવ્યું હતું કે ભારતીય સેના પાસે આવા ઓપરેશન અંગે કોઈ માહિતી નથી.
Site Admin | જુલાઇ 14, 2025 9:49 એ એમ (AM)
મ્યાનમારમાં પ્રતિબંધિત બળવાખોર જૂથ યુનાઇટેડ લિબરેશન ફ્રન્ટ ઓફ આસોમ-ઇન્ડિપેન્ડન્ટના ત્રણ મુખ્ય નેતાઓ માર્યા ગયા