ભારતનો આર્થિક વિકાસ રાષ્ટ્રીય આંકડાકીય કાર્યાલય -NSOના પ્રથમ એડવાન્સ અંદાજ કરતાં વધુ થવાની ધારણા છે. મોર્ગન સ્ટેનલીના અહેવાલમાં નાણાકીય વર્ષ 2026 માટે વાસ્તવિક GDP વૃદ્ધિ વાર્ષિક ધોરણે 7.6% રહેવાનો અંદાજ છે – જે NSO ના પ્રથમ એડવાન્સ અંદાજ કરતાં વધુ છે,તેમાં વાર્ષિક ધોરણે વાસ્તવિક GDP વૃદ્ધિ 7.4% રહેવાનો અંદાજ હતો. રાજકોષીય અને નાણાકીય નીતિ સમર્થન, સુધારેલ ખરીદ શક્તિ અને શ્રમ બજારના દૃષ્ટિકોણ નું સંયોજન વપરાશ પુનઃપ્રાપ્તિને વધુ વેગ આપશે. અહેવાલમાં જણાવાયું છે કે મૂડી ખર્ચમાં નોંધપાત્ર વધારો થવાની ધારણા છે કારણ કે રોકાણકારોની ભાવનામાં સુધારો ખાનગી રોકાણ પ્રવૃત્તિને વેગ આપશે.
દરમિયાન, HDFC બેંકના તાજેતરના અહેવાલમાં જણાવાયું છે કે નાણાકીય વર્ષ 2027 માં ભારતનો કર સંગ્રહ વધી શકે છે, કુલ કર ઉછાળો નાણાકીય વર્ષ 2026 માં અંદાજિત 0.64 થી વધીને 1.1 થશે. નાણાકીય વર્ષ ૨૦૨૭ માં નોમિનલ જીડીપી વૃદ્ધિ ૧૦.૧% ની આસપાસ રહેવાની ધારણા છે.
Site Admin | જાન્યુઆરી 8, 2026 1:56 પી એમ(PM)
મોર્ગન સ્ટેનલીએ નાણાકીય વર્ષ 2026 માટે દેશનો વાસ્તવિક GDP વૃદ્ધિ 7.6% રહેવાનો અંદાજ જાહેર કર્યો.