એપ્રિલ 4, 2025 3:48 પી એમ(PM)

printer

મોરબી માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની વિક્રમ આવક થતાં યાર્ડના સત્તાવાળાઓએ તાકીદની અસરથી ઘઉંની ખરીદી બંધ કરી

મોરબી માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની વિક્રમ આવક થતાં યાર્ડના સત્તાવાળાઓએ તાકીદની અસરથી ઘઉંની ખરીદી બંધ કરી છે. છેલ્લાં બે દિવસમાં 36,000 મણ ઘઉંની આવક થઈ છે અને મહત્તમ 571 રૂપિયા સુધીનાં ભાવ બોલાયા છે. યાર્ડમાં મબલખ આવક થવાથી ઘઉંના અપેક્ષા મુજબ ભાવ નથી મળી રહ્યા એમ ખેડૂતો જણાવી રહ્યા છે. જ્યાં સુધી નવી જાહેરાત ન થાય ત્યાં સુધી ખેડૂતોએ ઘઉં લઈને ન આવવા સૂચના આપવામાં આવી છે.