મોરબી જિલ્લાના માળિયામાં અજાણ્યા વાહનની અડફેટે ચાર પદયાત્રીના મોત નિપજ્યાં છે. બનાસકાંઠાથી દ્વારકા દર્શન કરવા જતા પદયાત્રીઓને ચાંચાવદરડા ગામ પાસે અકસ્માત નડ્યો હતો. જેમાં એકને ઇજા પહોંચી હતી. ઘટના અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
બીજી તરફ અમરેલી જિલ્લામાં બગસરા તાલુકાના હડાળા ગામ નજીક કાર પલટી ત્રણ લોકોનાં મોત નીપજ્યા છે, જ્યારે એકને ઇજા પહોંચી છે. અમારાં પ્રતિનિધિ જણાવે છે કારમાં ચાર લોકો સવાર હતા. કાર ચાલકે અચાનક સંતુલન ગુમાવી દેતા કાર રોડ પરથી પલટી ખાઈને નજીકના ખેતરમાં ઘૂસી ગઈ હતી. ઘટનાની જાણ થતા પોલીસ અને ફાયર ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ફાયર વિભાગની ટીમે મશીનરીનો ઉપયોગ કરીને મૃતદેહોને બહાર કાઢ્યા હતા. ઘટના અંગે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અકસ્માતની અન્ય એક ઘટના ભરૂચ જિલ્લામાં બની. જ્યાં આમોદના બોડકા ગામ નજીક બસ અને ટ્રક વચ્ચે અકસ્માત થતાં ચારથી પાંચ મુસાફરો ઇજાગ્રસ્ત થયા હતા. પ્રાપ્ત માહિતી મુજબ ટ્રકનું ટાયર અચાનક ફાટી જતા ચાલકે વાહન પરનો કાબૂ ગુમાવતા સામે આવી રહેલી બસ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો.
Site Admin | ડિસેમ્બર 17, 2025 2:50 પી એમ(PM)
મોરબી જિલ્લાના માળિયામાં અજાણ્યા વાહનની અડફેટે ચાર પદયાત્રીના મોત…..