મોરબીમાં માળિયા સુરજબારી બ્રિજ નજીક સર્જાયેલા અકસ્માતમાં ચાર લોકોના મોત થયાના અહેવાલ છે. અમારા પ્રતિનિધિ રવિ મોટવાણી જણાવે છે, ડિવાઈડર સાથે અથડાઈને ટ્રક સામેના માર્ગ પર પલટી ગયો હતો. તેની સાથે અથડામણ ટાળવા અન્ય ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.
કારમાં છ બાળક સહિત કુલ સાત લોકો સવાર હતા. તેમાંથી બે બાળક સહિત ચાર લોકોના મોત થયા છે. આ અંગે જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક એચ. એસ. સારડાએ વધુ માહિતી આપી.
Site Admin | ઓગસ્ટ 8, 2025 7:54 પી એમ(PM)
મોરબીમાં માળિયા સુરજબારી બ્રિજ નજીક સર્જાયેલા અકસ્માતમાં ચાર લોકોના મોત