ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓક્ટોબર 5, 2025 10:03 એ એમ (AM)

printer

મોરબીમાં નાગરિકો અને પોલીસ વચ્ચે સહકાર વધુ ગાઢ બન્યો હોવાનું જણાવતાં રેન્જ આઇજી

મોરબીમાં એસપી કચેરી ખાતે આજે રેન્જ આઈ.જી.ની ક્રાઈમ કોન્ફરન્સ યોજાઇ હતી. જેમાં મોરબી જિલ્લામાં ક્રાઈમની ઘટનાઓની તેમજ તેના ભેદ ઉકેલવા માટે પોલીસ દ્વારા કરવામાં આવતી કામગીરીની ચર્ચાઓ કરવામાં આવી હતી.વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા પોલીસ કર્મચારીનું અકાળે અવસાન થયું હતું જેથી પોલીસ પરિવાર દ્વારા તેના પરિવારને મદદરૂપ થવાની ભાવના સાથે અને દીકરાના શિક્ષણ માટે 8 લાખ 61 હજાર કરતાં વધુની મતદાર રકમનો ચેક પોલીસકર્મીના પરિવારજનને આઇજીના હસ્તે અર્પણ કરવામાં આવ્યો હતો