હર્ષ સંઘવીએ ગઇકાલે મોડી રાત્રે મોરબી ખાતે લોક દરબારમાં જિલ્લાના બાવન જેટલા અરજદારોના પ્રશ્નોનું ઝડપી નિરાકરણ માટે અધિકારીઓને સૂચનો કર્યા હતા.
મંત્રીએ જણાવ્યું હતું કે, લોકોએ પોતાના પ્રશ્નો માટે ગાંધીનગર સુધી આવવું ન પડે તે માટે મોરબી જિલ્લામાં લોકદરબાર યોજી લોકોની સમસ્યા ફરિયાદો સંભળાવા આ ખાસ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
શ્રી સંઘવીએ મોરબી પોલીસની કામગીરીને બિરદાવી હતી.
જ્યારે આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી રાજકોટ રેન્જ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનનું લોકાર્પણ તેમજ ગ્રામ્યના વિવિધ પોલીસ આવાસોનું ઈ-લોકાર્પણ કરશે.
સર્કિટ હાઉસ ખાતે પોલીસ અધિકારીઓ અને એડવોકેટ્સ સાથે બેઠક યોજાશે બાદમાં આત્મીય યુનિવર્સિટી ખાતે CAA અંતર્ગત ૧૮૧ અરજદારોને નાગરીકતા પ્રમાણપત્ર એનાયત ઉપરાંત લોકદરબાર યોજીને લોકોની સમસ્યા અને ફરિયાદોને રૂબરૂ સાંભળશે.
Site Admin | જુલાઇ 25, 2025 9:01 એ એમ (AM)
મોરબીમાં ગૃહ રાજ્ય મંત્રીની અરજદારોની સમસ્યાઓનો તાત્કાલિક ઉકેલ લાવવા પોલીસ તંત્રને સૂચના