માર્ચ 31, 2025 6:15 પી એમ(PM) | વીજચોરી

printer

મોરબીના હળવદમાંથી પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ PGVCLએ 77 લાખ રૂપિયાથી વધુની વીજચોરી ઝડપી

મોરબીના હળવદમાંથી પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ PGVCLએ 77 લાખ રૂપિયાથી વધુની વીજચોરી ઝડપી છે. PGVCLની 74 ટીમોએ વિવિધ વિસ્તારમાં દરોડા પાડી 820 વીજ જોડાણ ચેક કર્યા હતા જેમાં 112 જોડાણમાં ગેરરીતિ સામે આવતા કડક કાર્યવાહી કરી હતી. મોરબીના અમારા પ્રતિનિધિ જણાવે છે કે ઘનશ્યામગઢ, અજીતગઢ, ધનાળા સહિતના ગામોમાં 55 જોડાણ, હળવદ શહેરમાં 35 જોડાણમાં ગેરરીતિ સામે આવી હતી.