મોરબીના ઢવાણા ટ્રેક્ટર દુર્ઘટનામાં મુત્યુ પામેલા લોકોના પરીવારજનોને ૪-૪ લાખની સહાય ચુકવવામાં આવી છે.
હળવદ તાલુકાના ઢવાણા ગામે બનેલી દુર્ઘટનામાં મૃતકોના પરિવારને તેમજ બુટવડા, ધણાદના મુતકોના પરીવારજનોને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી ૪ લાખ રૂપિયાની સહાય કચ્છ સાંસદ, સુરેન્દ્રનગર સાંસદ, ધારાસભ્ય સહિતના આગેવાનોના હસ્તે ચેક અર્પણ કરવામાં આવ્યો.
હળવદ તાલુકાના ઢવાણા ગામે ૨૫ તારીખ રાત્રે ટ્રેક્ટર દુર્ઘટનામાં ૧૭ લોકો તણાયા હતા જેમાંથી નવ લોકોનો બચાવ થયો અને આઠ લોકોના મોત નિપજયા હતા, જ્યારે હળવદ તાલુકાના અન્ય બે બનાવમાં હળવદ તાલુકાના બુટવડા એક અને ધણાદ ગામે એક મુત્યુ પામેલા બે કુલ ૧૦ મૃતકોના પરીવારજનોને ગુજરાત સરકાર દ્વારા સીએમ રાહત ફંડમાંથી રૂપિયા ચાર- ચાર લાખની સહાય ચુકવવામાં આવી હતી.
Site Admin | સપ્ટેમ્બર 1, 2024 7:47 પી એમ(PM) | મોરબી
મોરબીના ઢવાણા ટ્રેક્ટર દુર્ઘટનામાં મુત્યુ પામેલા લોકોના પરીવારજનોને ૪-૪ લાખની સહાય
