ઓક્ટોબર 2, 2025 6:40 પી એમ(PM)

printer

મોદી સરકારે ઓપરેશન સિંદૂર દ્વારા રાષ્ટ્રીય સુરક્ષા, લશ્કરી તાકાત અને સ્વદેશી ટેકનોલોજીમાં શ્રેષ્ઠતા પ્રત્યે ભારતની અતૂટ પ્રતિબદ્ધતા દર્શાવી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં, સરકાર સેવા અને સુશાસનના મંત્ર દ્વારા પરિવર્તન અને પ્રગતિ લાવવા માટે અથાક મહેનત કરી રહી છે. આજે અમારી વિશેષ શ્રેણી ‘સેવા પર્વ’ માં, મોદી સરકારે ઓપરેશન સિંદૂર દ્વારા રાષ્ટ્રીય સુરક્ષા, લશ્કરી તાકાત અને સ્વદેશી ટેકનોલોજીમાં શ્રેષ્ઠતા પ્રત્યે ભારતની અતૂટ પ્રતિબદ્ધતા દર્શાવી છે.
આજના ભારતને ફક્ત શાંતિપ્રિય રાષ્ટ્ર તરીકે જ નહીં, પણ એક મજબૂત, નિર્ણાયક અને ટેકનોલોજીની રીતે આત્મનિર્ભર વૈશ્વિક શક્તિ તરીકે પણ જોવામાં આવે છે. લોકસભામાં ઓપરેશન સિંદૂર પરની ખાસ ચર્ચા દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આ શબ્દો વૈશ્વિક મંચ પર ભારતની બદલાતી છબીને વધુ રેખાંકિત કરે છે.
ઓપરેશન સિંદૂર માત્ર ભારતની લશ્કરી શક્તિનું જ પ્રદર્શન નહોતું પરંતુ ન્યાયનું એક નવું સ્વરૂપ પણ દર્શાવ્યું.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું તેમ, ઓપરેશન સિંદૂર પૂરું થયું નથી, તેને હાલ પૂરતું સ્થગિત કરવામાં આવી રહ્યું છે, અને જો ફરી પાકિસ્તાન તરફથી આતંકવાદી હુમલો થાય છે, તો ભારત મોટો હુમલો કરીને જવાબ આપશે.