ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

મોદી સરકારના ત્રીજા કાર્યકાળના પ્રથમ 100 દિવસમાં 15 લાખ કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સ શરૂ કરવામાં આવ્યા :કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, નરેન્દ્ર મોદી સરકારે દેશની સુરક્ષા પ્રણાલીને મજબૂત કરીને સલામત ભારત બનાવ્યું છે. શ્રી શાહે મોદી સરકારના ત્રીજા કાર્યકાળના 100 દિવસ પૂર્ણ થતાં આજે સંવાદદાતા સંમેલન સંબોધિત કરતા કહ્યું કે, પહેલા 100 દિવસમાં જ 15 લાખ કરોડ રૂપિયાના પ્રૉજેક્ટ્સને મંજૂરી આપી છે. તેમ જ ત્રણ લાખ કરોડ રૂપિયાના પ્રૉજેક્ટ્સની સરકારે જાહેરાત કરી છે અને તેનું કામ પણ શરૂ થઈ ગયું છે.
ગૃહમંત્રીએ કહ્યું, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં રાષ્ટ્રીય શિક્ષણન નીતિ શરૂ થતાં દેશની જૂની શિક્ષણ પ્રણાલી અને આધુનિક શિક્ષણને સમાવીને પ્રાદેશિક ભાષાઓને સન્માન આપવામાં આવ્યું છે. મણિપુરની સ્થિતિ અંગે શ્રી શાહે કહ્યું, કેન્દ્ર સરકારે મણિપુરમાં સ્થાયી શાંતિ માટેની વ્યૂહરચના તૈયાર કરી લીધી છે.
મણિપુરમાં થતી ઘૂસણખોરી રોકવા માટે મ્યાંમાર અને ભારત વચ્ચે અવરજવરની એક સમજૂતી હતી, તેને ભારત તરફથી રદ કરીને માત્ર વિઝાની મદદથી જ અવરજવરનો કાયદો લાવ્યા છીએ.