ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

મે 26, 2025 10:55 એ એમ (AM)

printer

મોદી દાહોદમાં વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી રાજ્યની બે દિવસની મુલાકાતે આવશે. તેમની મુલાકાતના પહેલા દિવસે, શ્રી મોદી દાહોદમાં લૉકોમૉટિવ એન્જિન મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ રાષ્ટ્રને સમર્પિત કરશે અને નવ હજાર હૉર્સ પાવરના પહેલા ઇલેક્ટ્રિક લૉકોમૉટિવને લીલીઝંડી આપશે.
ઉપરાંત શ્રી મોદી દાહોદમાં અંદાજે 24 હજાર કરોડ રૂપિયાના વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ પણ કરશે, જેમાં વેરાવળ અને અમદાવાદ વચ્ચે વંદે ભારત ઍક્સપ્રેસ અને વલસાડ અને દાહોદ સ્ટેશન વચ્ચે ઍક્સપ્રેસ ટ્રૅનના શુભારંભ સહિત રાજ્ય સરકારના અન્ય વિકાસકાર્યોનો સમાવેશ થાય છે.

દાહોદમાં જાહેર ખાનગી ભાગીદારીના મૉડલ પર 20 હજાર કરોડના ખર્ચે તૈયાર થયેલા રેલ કારખાનામાં આગામી 10 વર્ષમાં 1200 જેટલા લોકોમોટીવ એન્જિન તૈયાર કરવામાં આવશે અને ભવિષ્યમાં તેને દેશ-વિદેશમાં એક્સપોર્ટ કરવામાં આવશે . આ રેલ કારખાનામાં બનેલા લોકોમોટિવ એન્જિનને આગામી સમયમાં 100% મેઇક ઇન ઇન્ડિયાના તર્જ પર બનાવવામાં આવશે. દાહોદમાં હમણાં તૈયાર થઇ રહેલા ચાર એન્જિન ઉપર મેન્યુફેકચરિંગ બાય દાહોદ લખાશે. 4 હજાર 600 ટનની કાર્ગો વહન કરવાની ક્ષમતા ધરાવતા આ એન્જિનમાં પ્રથમ વખત ચાલક માટે એસી તેમજ ટોયલેટ, દુર્ઘટનાથી બચવા માટે કવર સિસ્ટમ સહિતની સુવિધા ઉપલબ્ધ કરાઇ છે. આ ઇલેક્ટ્રિક એન્જિનની સરેરાશ ઝડપ 75 કિ.મી. કલાક રહેશે આ પ્રોજેક્ટના પગલે દાહોદ સહિતના વિસ્તારોમાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે 10 હજાર માનવીઓને રોજગારી મળશે તેમજ સ્થાનિક અર્થતંત્રને પણ વેગ મળશે. ઉલ્લેખનીય છે કે,. વર્ષ 2022 માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મેક ઇન ઈન્ડિયા મેક ફોર ધ વર્લ્ડ પહેલ હેઠળ આ પ્રોજેકટનું ખાતમુહૂર્ત કર્યું હતું.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ