મહેસાણા જિલ્લાના મોઢેરા સૂર્યમંદિર ખાતે ઉજવાઇ રહેલ દ્વિ દિવસીય ઉત્તરાર્ધ ઉત્સવનું જિલ્લા પ્રભારી મંત્રી પ્રવીણ માળીની ઉપસ્થિતિમાં સમાપન થયું. ઉત્તરાર્ધ ઉત્સવના બીજા દિવસે કલાકારોને જિલ્લા પ્રભારી મંત્રીના હસ્તે મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે સંબોધન કરતા મંત્રીશ્રીએ જણાવ્યું કે, આખું વિશ્વ ભારત સામે મીટ માંડી રહ્યું છે અને ભારતની અનેક વિરાસતોની ઓળખ વિશ્વના દેશોમાં પહોંચી છે. તેમણે ભરતનાટ્યમ જેવી કલાઓ શીખવતી ઇન્સ્ટિટયૂટ, સ્કૂલ મહેસાણામાં પણ શરૂ કરવા સૂચન કર્યું હતું.
Site Admin | જાન્યુઆરી 19, 2026 9:41 એ એમ (AM)
મોઢેરાના સૂર્ય મંદિર ખાતે દ્વિ દિવસિય વિશ્વ વિખ્યાત ઉત્તરાર્ધ મહોત્સવનું સમાપન થયું