અરવલ્લી જિલ્લાના મોડાસામાં મોડી રાત્રે એક ગમખ્વાર ઘટના સર્જાઈ હતી. જેમાં મોડાસાના રાણા સૈયદ નજીક એક એમ્બ્યુલન્સ અમદાવાદ જઈ રહી હતી. જેમાં અચાનક આગ લાગવાનો કોલ મળતા મોડાસા નગરપાલિકા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. જો કે ઘટનામાં એક બાળક, પુરૂષ અને મહિલા બહેન સહિત 3ના મોત નિપજ્યાં છે, જ્યારે કેટલાક વ્યક્તિઓને ઇજાઓ પહોંચી છે. દાઝી ગયેલા લોકોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરાયા હોવાની વિગતો મોડાસા નગરપાલિકા ફાયર વિભાગ દ્વારા જણાવવામાં આવી હતી.
Site Admin | નવેમ્બર 18, 2025 9:21 એ એમ (AM)
મોડાસા નજીક ખાનગી હોસ્પિટલની એમ્બ્યુલન્સમાં આગ લાગવાથી ત્રણના મોત