મોઝામ્બિકમાં, પૂર્વ આફ્રિકન દેશના મધ્ય ભાગમાં આવેલા બેરા બંદરના દરિયાકાંઠે ક્રૂ ટ્રાન્સફર કામગીરી દરમિયાન ટેન્કરમાંથી ક્રૂ સભ્યોને લઈ જતી એક બોટ પલટી જતાં ઓછામાં ઓછા ત્રણ ભારતીય નાગરિકોના મોત અને અન્ય પાંચ ગુમ છે.
મોઝામ્બિકમાં ભારતીય હાઈ કમિશને જણાવ્યું હતું કે આ ઘટના ગઈકાલે બની હતી. કુલ 14 ભારતીય નાગરિકોને લઈને જતી આ બોટ દરિયાકાંઠે લંગરાયેલા જહાજમાં ક્રૂ ટ્રાન્સફર દરમિયાન પલટી ગઈ હતી.
સોશિયલ મીડિયા પર ઘણી પોસ્ટ્માં, ભારતીય હાઈ કમિશને જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો હતો. હાઈ કમિશને વધુમાં પુષ્ટિ આપી હતી કે અકસ્માતમાંથી પાંચ ભારતીય નાગરિકોને સફળતાપૂર્વક બચાવી લેવામાં આવ્યા છે અને તેઓ સુરક્ષિત છે. અન્ય એક વ્યક્તિ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
દરમિયાન, ગુમ થયેલા પાંચ ભારતીય નાગરિકોને શોધવા માટે શોધ અને બચાવ કામગીરી ચાલી રહી છે. સ્થાનિક સત્તાવાળાઓ, દરિયાઈ એજન્સીઓ અને ભારતીય મિશન સંયુક્ત રીતે પ્રયાસોનું સંકલન કરી રહ્યા છે
Site Admin | ઓક્ટોબર 18, 2025 2:12 પી એમ(PM)
મોઝામ્બિકમાં બોટ પલટી જતાં ત્રણ ભારતીય નાગરિકોના મોત અને અન્ય પાંચ ગુમ
