ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

અમદાવાદ સિવિલ મેડિસિટીમા રૂ. 840 કરોડના વિવિધ કામોનો માસ્ટર પ્લાન તૈયાર કરાયો : ઋષિકેશ પટેલ

અમદાવાદ સિવિલ મેડિસિટીમા અંદાજીત 840 કરોડ રૂપિયાના વિવિધ કામોના નિર્માણકાર્ય અને આયોજન સહિતના માસ્ટર પ્લાન તૈયાર કરાયો છે તેમજ મેડિસિટીમાં પ્રવેશતા દર્દીઓને વોર્ડ શોધવામાં અનુકૂળતા રહે તે માટે હોર્ડિંગ્સની વ્યવસ્થા કરાશે તેમ રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું.
અમદાવાદમાં અસારવા સ્થિત મેડિસિટીમાં પ્રવેશતા દર્દીઓ માટે હોર્ડિંગ્સના આધારે માહિતી મળે તેવી વ્યવસ્થાનું આયોજન કરાયું હોવાનું આરોગ્ય મંત્રી ઋષિકેષ પટેલે જણાવ્યું હતું. ગઇકાલે સાંજે આરોગ્ય મંત્રીએ મેડિસિટીના નિર્માણાધીન પ્રોજેક્ટસ અને મેડિસિટીના માસ્ટર પ્લાનની સમીક્ષા કરી હતી. આ સમીક્ષા બાદ તેમણે જણાવ્યું હતું કે સમગ્ર કૅમ્પસમા L Shape અને મલ્ટીલેવલ
પાર્કિંગ ની વ્યવસ્થા કરવામાં આવી છે. દર્દીઓ અને દર્દીઓના સગાની અવરજવર માટે  કૅમ્પસમા કુલ ૮ પ્રવેશ દ્વાર છે જેમાં ૨ ગેટ  વધારીને કુલ ૧૦ ગેટ કરાશે તેમ પણ તેમણે જણાવ્યું હતું.
અમદાવાદ સિવિલ મેડિસિટીમા અંદાજીત 840 કરોડ રૂપિયાના વિવિધ કામોના નિર્માણકાર્ય અને આયોજન સહિતના માસ્ટર પ્લાન છે.