ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

જૂન 14, 2025 8:00 પી એમ(PM) | NEET UG 2025

printer

મેડિકલ પ્રવેશ પરીક્ષા NEET UG 2025 ના પરિણામો આજે જાહેર કરવામાં આવ્યા.

મેડિકલ પ્રવેશ પરીક્ષા NEET UG 2025 ના પરિણામો આજે જાહેર કરવામાં આવ્યા છે. સ્કોર કાર્ડ પરીક્ષાની સત્તાવાર વેબસાઇટ – ntaneet.nic.in પર ઉપલબ્ધ છે. ઉમેદવારો તેમના સ્કોર કાર્ડ ડાઉનલોડ કરી શકે છે અને સત્તાવાર વેબસાઇટ દ્વારા મેરિટ લિસ્ટ પણ ચકાસી શકે છે. 4 મેએ યોજાયેલી NEET પરીક્ષા દેશના 552 શહેરોમાં અને વિદેશના 14 શહેરોમાં 5 હજાર 400 થી વધુ કેન્દ્રો પર 22 લાખથી વધુ વિધ્યાર્થીઓએ આપી હતી. જેમાં રાજસ્થાનના મહેશ કુમારે પ્રથમ ક્રમ મેળવ્યો છે જ્યારે મધ્યપ્રદેશના ઉત્કર્ષ અવધિયા અને મહારાષ્ટ્રના કૃષાંગ જોશી અનુક્રમે બીજા અને ત્રીજા ક્રમે આવ્યા છે.