જુલાઇ 31, 2025 7:45 પી એમ(PM)

printer

મેક ઇન ઇન્ડિયા પહેલ હેઠળ મેગાવોટ કક્ષાનો ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ કાર્યરત કરનાર દીન દયાલ પોર્ટ ભારતનું પ્રથમ બંદર બન્યું

કંડલા સ્થિત દીનદયાળ પોર્ટ ઓથોરિટીએ દેશનો પ્રથમ એક મેગાવોટ સ્કેલનો ગ્રીન હાઈડ્રોજન પ્લાન્ટ કાર્યાન્વિત કર્યો છે. વહાણવટા અને જળમાર્ગ કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે પ્લાન્ટનું ઉદઘાટન કરતાં જણાવ્યું કે, મેક ઇન ઇન્ડિયા પહેલ હેઠળ આ ગ્રીન હાઇડ્રોજન સુવિધાનું નિર્માણ થયું છે. જે વાર્ષિક આશરે 140 મેટ્રિક ટન ગ્રીન હાઇડ્રોજન ઉત્પન્ન કરવા માટે સક્ષમ છે.
શ્રી સોનોવાલે જણાવ્યું કે, 10 મેગાવોટ પ્રોજેક્ટના ભાગ રૂપે 1 મેગાવોટ પ્લાન્ટના પ્રથમ મોડ્યુલનું અમલીકરણ થયું છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.