મેક્સિકોમાં, સાન માટો એટેન્કો રાજ્યની મ્યુનિસિપાલિટીમાં એક નાનું વિમાન ક્રેશ થતાં સાત લોકોના મોત થયા છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, વિમાનમાં પાઇલટ અને સહ-પાઇલટ સહિત 10 લોકો સવાર હતા. પીડિતોની હજુ સુધી ઓળખ થઈ નથી. દુર્ઘટનાની તપાસ ચાલી રહી છે.
રાજ્ય નાગરિક સુરક્ષા એજન્સીએ સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે દુર્ઘટનાના કલાકો પછી ફક્ત સાત મૃતદેહો જ મળી આવ્યા હતા. વિમાને ફૂટબોલ મેદાન પર ઉતરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ નજીકની કંપનીની છત સાથે અથડાતાં તેમાં આગ લાગી હતી.
Site Admin | ડિસેમ્બર 16, 2025 1:50 પી એમ(PM)
મેક્સિકોમાં, સાન માટો એટેન્કો રાજ્યની મ્યુનિસિપાલિટીમાં એક નાનું વિમાન તૂટી પડતાં સાત લોકોના મોત