મેક્સિકોમાં સેલિના ક્રુઝ-કોઆત્ઝાકો આલ્કોસ રૂટ પર એક પેસેન્જર ટ્રેન પાટા પરથી ઉતરી જતાં ૧૩ લોકો માર્યા ગયા અને ૯૮ ઘાયલ થયા.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, ટ્રેનમાં લગભગ ૨૫૦ મુસાફરો હતા. મેક્સિકન નૌકાદળે બચાવ કામગીરી માટે ૩૬૦ કર્મચારીઓ, એમ્બ્યુલન્સ, હવાઈ સહાય, વાહનો અને ડ્રોન તૈનાત કર્યા છે અને અકસ્માતના કારણની તપાસ કરી રહી છે. રાષ્ટ્રપતિ ક્લાઉડિયા શેનબૌમે અધિકારીઓને તબીબી સહાય પૂરી પાડવાનો આદેશ આપ્યો છે.
Site Admin | ડિસેમ્બર 29, 2025 2:03 પી એમ(PM)
મેક્સિકોમાં પેસેન્જર ટ્રેન પાટા પરથી ઉતરી જતાં 13 લોકોના મોત