રક્ષાબંધનના તહેવારો દરમિયાન એસટી નિગમ દ્વારા મુસાફરોની સુવિધા માટે અમદાવાદથી વધારાની 200 બસ દોડાવાશે.આગામી દિવસોમાં આવી રહેલા સાતમ, આઠમ, જન્માષ્ટમી સહિતના તહેવારોને લઈ એસટી નિગમ દ્વારા મુસાફરોની સુવિધા માટે અમદાવાદથી વધારાની બસ દોડાવાનો નિર્ણય કરાયો છે. આવતીકાલ થી 11 ઔગસ્ટ સુધી અમદાવાદ થી સુરત, બરોડા, રાજકોટ, મોરબી, ભુજ, દાહોદ, ઝાલોદ અને ગોધરા માટે દરરોજ 200 વધારાની બસ દોડાવાશે.ઉલ્લેખનીય છે કે 7 થી 9 ઓગસ્ટ માટે અત્યાર સુધીમાં 13 હજાર 157 સીટોનું એડવાન્સ બુકિંગ થઈ ગયું છે
Site Admin | ઓગસ્ટ 5, 2025 10:19 એ એમ (AM)
મુસાફરોના ધસરાને પહોંચી વળવા રક્ષાબંધનના તહેવારો દરમિયાન એસટી નિગમ દ્વારા અમદાવાદથી વધારાની 200 બસ દોડાવાશે