મુજપુર-ગંભીરા બ્રિજ દુર્ઘટના પીડિતોને 62 લાખ રૂપિયાની આર્થિક સહાય ચૂકવવામાં આવી છે. સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર મૃતકના પરિવારજનોને 4 લાખ અને ઈજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની સહાય ચૂકવવામાં જાહેર કરવામાં આવી હતી. આજે છોટાઉદેપુરના સાંસદ જશુ રાઠવા અને પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે સહાયના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને આ સહાય તાત્કાલિક મંજૂર કરવામાં આવી હતી અને વિના વિલંબે આજે ચૂકવી આપવામાં આવી હતી. ઉપલબ્ધ યાદી મુજબ, હાલ કુલ 62 લાખની રકમના ચેકનું વિતરણ થયું છે જેમાં આજે ચાર ઇજાગ્રસ્તો અને ૧૫ મૃતકોના પરિવારોનો સમાવેશ થાય છે.
Site Admin | જુલાઇ 13, 2025 7:18 પી એમ(PM)
મુજપુર-ગંભીરા બ્રિજ દુર્ઘટના પીડિતોને 62 લાખ રૂપિયાની આર્થિક સહાય ચૂકવવામાં આવી