મુજપુર-ગંભીરા જેવી પુલદુર્ઘટના આગામી સમયમાં ન બને તે માટે રાજ્ય સરકારે પગલાં લેવાનું શરૂ કર્યું છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યમાં જ્યાં રસ્તા અને પુલની નબળી કામગીરી દેખાય તો તે જિલ્લાના વરિષ્ઠ અધિકારી – અધિકારીએ કોન્ટ્રાક્ટર સામે ગંભીર પગલા લેવા આદેશ આપવામાં આવ્યા છે. આ અભિયાનમાં ભાગ રૂપે માર્ગોની નિયત સમયમર્યાદા કામગીરી પૂર્ણ ન કરવા તેમજ નબળી ગુણવત્તાના રોડ બનવવાના કારણે જામનગર, ભાવનગર અને જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા કોન્ટ્રાક્ટરોને નોટીસ આપવામાં આવી છે.
જામનગરમાં ત્રણ મુખ્ય રોડમાં ખામી જોવા મળતા મહાનગરપાલિકા દ્વારા કોન્ટ્રાક્ટરને ટેન્ડરની શરતો અનુસાર નોટિસ પાઠવવામાં આવી છે. ભાવનગર શહેરમાં રામમંત્ર મંદિરથી દીલબહાર પાણીની ટાંકી સુધી પેવરનાં કામમાં ક્ષતિ જણાતા કોન્ટ્રાક્ટરનાં ખર્ચે રી-કાર્પેટીંગ કરવામાં આવ્યું હતું. જૂનાગઢમાં ચોમાસાના કારણે વોર્ડ નં.૧ થી૧૫માં અનેક માર્ગોને નુકસાન થયું હતું. મહાનગરપાલિકાને ઘટનાની જાણ થતા ત્રણેય કોન્ટ્રાકટરને નોટીસ આપી તાત્કાલિક કામગીરી પુર્ણ કરવા માટે સુચના આપવામાં આવી હતી.
આ ઉપરાંત,રાજ્યના મહાનગરપાલિકા – નગર પાલિકા અને જિલ્લાઓમાં જિલ્લાવહીવટીતંત્રના વડા અને મ્યુનિસિપલ કમિશનરોને રોડ-રસ્તા અને અન્ય પુલોની સલામતી ધ્યાને લઇને જાહેરહિતમાં તેની પુનઃ તાત્કાલિક ધોરણે સઘન ચકાસણી કરી લેવાની પણ સૂચનાઓ મુખ્યમંત્રીએ આપી હતી.
Site Admin | જુલાઇ 15, 2025 6:09 પી એમ(PM)
મુજપુર-ગંભીરા જેવી પુલદુર્ઘટના આગામી સમયમાં ન બને તે માટે રાજ્ય સરકારે પગલાં લેવાનું શરૂ કર્યું