મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું છે કે રાષ્ટ્રીય મતદાતા દિવસ ચૂંટણી પંચની રચનાની ઉજવણી જ નહી પરંતુ તે લોકશાહીની ભાવનાનું સન્માન કરવાનો પણ એક ઉત્સવ છે.
૧૫મા રાષ્ટ્રીય મતદાતા દિવસની પૂર્વસંધ્યાએ આજે નવી દિલ્હીમાં જાહેર કરાયેલા એક સંદેશમાં તેમણે કહ્યું કે આ વર્ષે રાષ્ટ્રીય મતદાતા દિવસ ખાસ છે કારણ કે ભારતીય ચૂંટણી પંચ રાષ્ટ્રની સેવાના ૭૫ વર્ષ પૂર્ણ કરી રહ્યું છે. મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું કે, વર્ષ 2024 માં, વિશ્વએ ભારત તરફ આશ્ચર્યથી જોયું હતું કારણ કે આ વખતની લોકસભાની ચૂંટણીમાં 64 કરોડ 60 લાખ લોકોએ મતદાન કરીને વિશ્વ રેકોર્ડ બનાવ્યો હતો.
Site Admin | જાન્યુઆરી 24, 2025 7:49 પી એમ(PM) | મુખ્ય ચૂંટણી કમિશનર
મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું છે કે રાષ્ટ્રીય મતદાતા દિવસ લોકશાહીની ભાવનાનો સન્માન કરવાનો ઉત્સવ છે
