ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે આજે ચૂંટણી વ્યવસ્થાપન સંસ્થાઓને સાયબર સુરક્ષા જોખમો અને ખોટી માહિતી જેવા પડકારોનો સામનો કરવા માટે વ્યૂહરચનાઓ સુવ્યવસ્થિત કરવા વિનંતી કરી

મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે આજે ચૂંટણી વ્યવસ્થાપન સંસ્થાઓને સાયબર સુરક્ષા જોખમો અને ખોટી માહિતી જેવા પડકારોનો સામનો કરવા માટે વ્યૂહરચનાઓ સુવ્યવસ્થિત કરવા વિનંતી કરી હતી. તેમણે નવી દિલ્હીમાં ભારતના ચૂંટણી પંચ દ્વારા આયોજિત બે દિવસીય પરિષદના ઉદ્ઘાટન સત્રને સંબોધન કરતી વખતે આ વાત કહી હતી.
શ્રી કુમારે કાર્યક્ષમતા, પારદર્શિતા અને મતદારોનો વિશ્વાસ વધારવામાં ટેકનોલોજી અને ડિજિટલ નવીનતાઓની મહત્વપૂર્ણ ભૂમિકા પર પણ ભાર મૂક્યો. તેમણે ઉમેર્યું કે ટેકનોલોજી નોંધપાત્ર તકો પ્રદાન કરે છે, પરંતુ તે સાયબર સુરક્ષા જોખમો અને ખોટી માહિતી જેવા પડકારો પણ લાવે છે. ચૂંટણી પ્રક્રિયાઓમાં વિશ્વાસ ઓછો કરતી નકલી વાતો સામે સાવધાન રહેવા પણ તેમણે કહ્યું હતું.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.