મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે જણાવ્યું છે કે મતદારો, રાજકીય પક્ષો અને અન્ય હિસ્સેદારો દ્વારા ખાસ સઘન સુધારા –SIRને વ્યાપક વ્યાપક આવકાર મળ્યો છે. પટનામાં પત્રકાર પરિષદ દરમિયાન SIR અંગે પૂછાયેલા પ્રશ્નોના જવાબમાં, શ્રી કુમારે કહ્યું કે SIR કાયદેસર અને જોગવાઈઓ અનુસાર હાથ ધરાયું હતું. તેમણે જણાવ્યું, 3 લાખ 66 હજાર મતદાતા તેમની જવાબદારી સમજી મતદાર યાદીમાંથી નામો દૂર કરવા માટે આગળ આવ્યા હતા.
તેમણે ઉમેર્યું કે બિહારમાં મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ વિધાનસભા ચૂંટણીઓ યોજવા માટે 17 નવી પહેલો શરૂ કરાઇ છે.
દેશમાં આગામી SIR માટેના દસ્તાવેજોમાં આધારનો સમાવેશ કરવા અંગે શ્રી કુમારે કહ્યું કે આધાર નાગરિકતાનો નહીં પણ ઓળખનો પુરાવો રહેશે અને સર્વોચ્ચ અદાલતના આ નિર્ણયને માન્ય રખાયો છે.
તેમણે જણાવ્યું કે બિહાર વિધાનસભા ચૂંટણીની તારીખો ટૂંક સમયમાં જાહેર કરાશે અને મતદાન સમયપત્રકને અંતિમ સ્વરૂપ આપતી વખતે તમામ પાસાઓ ધ્યાને લેવાશે.
અગાઉ, ચૂંટણી પંચે રાજકીય પક્ષો, મુખ્ય સચિવ, રાજ્ય પોલીસ વડા, અને વિવિધ અમલીકરણ એજન્સીઓ સહિત વિવિધ હિતધારકો સાથે સમીક્ષા બેઠકો યોજી હતી.
Site Admin | ઓક્ટોબર 5, 2025 8:05 પી એમ(PM)
મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે કહ્યું, મતદારો, રાજકીય પક્ષો અને અન્ય હિસ્સેદારો દ્વારા વિશેષ સઘન સુધારા – SIRને વ્યાપક આવકાર મળ્યો