ઓક્ટોબર 3, 2025 9:57 એ એમ (AM)

printer

મુખ્ય ચૂંટણી કમિશનર આજે નવ નિયુક્ત નિરીક્ષકો સાથે બેઠક કરશે

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર આજે નવી દિલ્હીમાં બિહાર વિધાનસભા ચૂંટણી અને અન્ય રાજ્યમાં યોજાનારી પેટાચૂંટણીઓ અંગે નવ નિયુક્ત નિરીક્ષકો સાથે બેઠક કરશે. ચૂંટણી પંચની ટીમ આવતીકાલે અને 5 ઓક્ટોબરે બિહારની મુલાકાત લેશે અને વિધાનસભા ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરશે. ચૂંટણી પંચે બિહાર વિધાનસભા ચૂંટણી તથા જમ્મુ અને કાશ્મીર, રાજસ્થાન, ઝારખંડ અને તેલંગાણા સહિત આઠ રાજ્યોમાં પેટાચૂંટણીઓ માટે 470 કેન્દ્રીય નિરીક્ષકોની નિમણૂક કરી છે.