ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

માર્ચ 4, 2025 6:41 પી એમ(PM) | ચૂંટણી

printer

મુખ્ય ચૂંટણી કમિશનરે તમામ મુખ્ય ચૂંટણી અધિકારી,જિલ્લા ચૂંટણી અધિકારીઓ અને બૂથ લેવલ ઓફિસરને પારદર્શકતાથી કામ કરવા અને તમામ કાયદાકીય જવાબદારીઓ ખંતપૂર્વક પૂર્ણ કરવા માટે આહ્વાન કર્યું

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે તમામ મુખ્ય ચૂંટણી અધિકારી,જિલ્લા ચૂંટણી અધિકારીઓ અને બૂથ લેવલ ઓફિસરને પારદર્શકતાથી કામ કરવા અને તમામ કાયદાકીય જવાબદારીઓ ખંતપૂર્વક પૂર્ણ કરવા માટે આહ્વાન કર્યું છે. આજે નવી દિલ્હીમાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય ચૂંટણી અધિકારીઓના સીઈઓની બે દિવસીય પરિષદને સંબોધતા શ્રી કુમારે અધિકારીઓને રાજકીય પક્ષો પ્રત્યે સુલભ અને પ્રતિભાવશીલ બનવાનો નિર્દેશ આપ્યો. તેમણે ઉમેર્યું કે,સંબંધિત સક્ષમ અધિકારી દ્વારા હાલના કાયદાકીય માળખામાં કોઈપણ મુદ્દાઓનું નિરાકરણ લાવવા માટે તમામ કાયદાકીય સ્તરે તમામ પક્ષીય બેઠકો નિયમિતપણે યોજવામાં આવે.મુખ્ય ચૂંટણી કમિશનરે એમ પણ કહ્યું કે દરેક સીઈઓએ મુદ્દાવાર કાર્યવાહીનો અહેવાલ આગામી મહિનાની 31મી તારીખસુધીમાં તેમના સંબંધિત નાયબ ચૂંટણી કમિશનરને સુપરત કરવાનો રહેશે. શ્રી કુમારે ઉમેર્યું કે અધિકારીઓએ એ સુનિશ્ચિત કરવું જોઈએ કે દેશના 18 વર્ષથી વધુ ઉંમરના તમામ નાગરિકો મતદાર તરીકેની નોંધણી કરાવી હોય.  મુખ્ય ચૂંટણી કમિશનરે અધિકારીઓને નિર્દેશ આપ્યો કે દરેક મતદાન મથક પર 800 થી 1200 મતદારો હોય અને તે મતદારના નિવાસસ્થાનથી બે કિલોમીટરના અંતરે હોય તે સુનિશ્ચિત કરવા પ્રયાસો કરવામાં આવે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.