મુખ્ય આર્થિક સલાહકાર (CEA) વી. અનંત નાગેશ્વરને આજે જણાવ્યું હતું કે ભારતીય નિકાસ પર તાજેતરના યુએસ ટેરિફની અસર ટૂંકા ગાળાની રહેશે તેમણે ઉમેર્યુ હતું કે આ અસર એક કે બે ક્વાર્ટરમાં ઓછી થશે. મુંબઈમાં બોલતા, તેમણે નોંધ્યું હતું કે રત્નો અને ઝવેરાત, ઝીંગા અને કાપડ જેવા ક્ષેત્રો શરૂઆતના નુકસાનનો સામનો કરી રહ્યા છે, પરંતુ અર્થતંત્ર પર લાંબા ગાળાની અસર મર્યાદિત રહેશે. ધીરજ રાખવાની વિનંતી કરતા, તેમણે ભાર મૂક્યો કે સરકાર પરિસ્થિતિથી વાકેફ છે અને અસરગ્રસ્ત ક્ષેત્રો સાથે વાતચીત શરૂ કરી દીધી છે.
Site Admin | ઓગસ્ટ 13, 2025 7:53 પી એમ(PM)
મુખ્ય આર્થિક સલાહકાર વી. અનંત નાગેશ્વરના મતે ભારતીય નિકાસ પર યુએસ ટેરિફની અસર ટૂંકા ગાળાની રહેશે
