મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિક્રમ સંવત 2082ના નૂતન વર્ષ પ્રારંભે ગાંધીનગર-અમદાવાદમાં પ્રજાજનો સાથે શુભેચ્છાનું આદાન-પ્રદાન કરશે. દિવાળી-નૂતનવર્ષ નિમિત્તે મુખ્યમંત્રીના શુભેચ્છા-સ્નેહમિલન કાર્યક્રમોનું પણ આયોજન કરાયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે નાગરિકો સાથે નૂતન વર્ષાભિનંદન શુભેચ્છાઓનું આદાન પ્રદાન કરશે. તેઓ બુધવારે સવારે ગાંધીનગરમાં પંચદેવ મંદિરના દર્શન કરીને નૂતન વર્ષનો પ્રારંભ કરશે. અને સાડા સાત વાગ્યે અડાલજ ખાતે ત્રિમંદિરમાં દર્શન કરશે. સવારે 8 વાગ્યે મુખ્યમંત્રી મંત્રીમંડળ નિવાસ સંકુલમાં નાગરિકો-પ્રજાજનો સાથે શુભેચ્છાઓની આપ-લે કરશે. ત્યારબાદ રાજભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવશે. શ્રી પટેલ અમદાવાદમાં ભદ્રકાળી માતાના મંદિરે દર્શન કરી શાહીબાગ ખાતે નાગરિકોને નવા વર્ષની શુભેચ્છાઓ માટે મળશે. ત્યારબાદ તેઓ પોલીસ ઓફિસર્સ મેસમાં વરિષ્ઠ પોલીસ અધિકારીઓ અને તેમના પરિવારોને નૂતનવર્ષની શુભકામનાઓ પાઠવશે.
Site Admin | ઓક્ટોબર 20, 2025 9:40 એ એમ (AM)
મુખ્યમંત્રી વિક્રમ સંવત 2082ના નૂતન વર્ષ પ્રારંભે ગાંધીનગર-અમદાવાદમાં પ્રજાજનો સાથે શુભેચ્છાનું આદાન-પ્રદાન કરશે
