મુખ્યમંત્રી રાહત ભંડોળ-CMRF દ્વારા છેલ્લા ચાર વર્ષમાં કેન્સરના બે હજારથી વધુ દર્દીઓને નવજીવન મળ્યું છે. સત્તાવાર યાદીમાં જણાવ્યા પ્રમાણે 4 વર્ષમાં કેન્સરના બે હજાર 106 દર્દીઓને 31 કરોડ 55 લાખ રૂપિયાથી વધુની આર્થિક સહાય ચૂકવવામાં આવી છે.
આરોગ્ય વિભાગમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર બ્લડ કેન્સરના 450 દર્દીઓ જ્યારે અન્ય પ્રકારના કેન્સરથી પીડિત એક હજાર 656 દર્દીઓને CMRF થકી આર્થિક સહાય મળી છે. મુખ્યમંત્રી રાહત ભંડોળમાંથી લીવર, કિડની, હૃદય અને ફેફસાંના ટ્રાન્સપ્લાન્ટ જેવી મોંઘી- જટિલ સારવાર માટે પણ આર્થિક મદદ આપવામાં આવી છે.
Site Admin | ડિસેમ્બર 14, 2025 7:11 પી એમ(PM)
મુખ્યમંત્રી રાહત ભંડોળ દ્વારા છેલ્લા ચાર વર્ષમાં કેન્સરના બે હજારથી વધુ દર્દીઓને નવજીવન મળ્યું